તે વ્યક્તિ
તે વ્યક્તિ
ધુમ્મસની પેલે પાર કોઈક આવ્યું નજર
કંઇક ખાસ હતું તેનું આકૃતિમાં
બસ રોકાય ગઈ મારી નજર ત્યાં,
ઓજસ થતાં ધુમ્મસમાં તે નજરે આવ્યો
પાસે આવતા તેના તે લાગ્યો ખાસ,
શરમાય છે આંખો પણ દિલ છે બેચેન
તેને નિહાળવા, તેને પામવા
બસ થોડી જ દૂરી રહી અમારી વચ્ચે,
બેચેનીનું સ્થાન હવે લાગણીએ લીધું
એક થઈ બંનેની આંખો
આપ લે થઈ મૌન શબ્દોની
છંકાર થયો તેના હાસ્યથી મારા દિલમાં
નથી વિસ્તરતી તેની સ્મૃતિ માનસ પટલ પરથી
શું આ સપનું હતું કે તેનું હૂંફાળું આગમન ?