પ્રેમની વાત
પ્રેમની વાત
પ્રેમની વર્ષાને કોઈ સીમાડા નથી હોતા
તે તો જ્યાં તેનું પ્રિયજન હોય ત્યાં વરસી પડે છે
પ્રેમની લાગણી વ્યક્ત કરવા બાંધ્યો સમય કે સ્થળ નથી હોતુ
તે તો તેના પ્રિયજન સમક્ષ ઉભરાય આવે છે ભલે તે સ્વપ્ન હોય કે હકીકત
પ્રેમ એક અદ્ભુત લાગણી છે જેને શબ્દોમાં વર્ણવી શક્ય નથી
નથી તેની કોઈ ભાષા નથી કોઈ રીત
ફક્ત લાગણીભર્યું હૈયું અને હોઠોં પર પ્રેમાળ સ્મિત
પ્રિયજનને તમારા પ્રેમના રંગમાં રંગવા પૂરતું હોય છે
પ્રેમ રૂપ રંગ નથી જોતો તે વાતની તો રાધા કૃષ્ણ પણ સાક્ષી પુરે છે
આખી દુનિયા આપે છે તેમના પ્રેમનું દૃષ્ટાંત
આ તો દિલથી દિલની વાત છે, મનથી મનનો મેળાપ છે
જે રૂપ રંગ થી ઘણું ઊંચું છે