STORYMIRROR

Kunjal Desai

Romance Fantasy

3  

Kunjal Desai

Romance Fantasy

તારો અહેસાસ

તારો અહેસાસ

1 min
183


નદી જ્યારે સાગરને મળતી હશે ત્યારે ખારો દરિયો થોડોક મીઠો થતો હશે ને ? 

વાદળ જ્યારે પર્વતને સ્પર્શતું હશે ત્યારે પથ્થર થોડોક કૂણો પડતો હશે ને ? 


પતંગિયું જ્યારે ફૂલ પર બેસતું હશે ત્યારે પાંખડી થોડીક વધુ જીવતી થઈ જતી હશે ને ? 

વરસાદનો પહેલો છાંટો પડે ત્યારે ધરતીની ધડકન થોડીક વધુ તેજ થતી હશે ને ? 


કંઈક તો થતું હશે, નહીંતર તું મને યાદ આવે અને મારી આંખમાં થોડીક ચમક ના આવી એવું બને જ નહિ !

તારો અવાજ સાંભળું ત્યારે રોમેરોમમાં સંગીત ઊઠે છે અને મન બસ તે જ ધૂન પર રાચે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance