પ્રેમના પગરવ
પ્રેમના પગરવ
હથેળીમાં મારો ચાંદ તું જ એમ લખ્યું છે,
આ તે કેવું સાવ ખુલ્લે આમ લખ્યું છે;
તારા સમ વાલમ હથેળીમાં મેં આમ લખ્યું છે.
પ્રેમ ખુલ્લે આમ કરીશ તને એમ લખ્યું છે,
ને પાછો પ્રેમનો અંજામ પણ લખ્યું છે;
તારા સમ વાલમ હથેળીમાં મેં આમ લખ્યું છે.
પ્રીતની રીતને અપનાવીશ એમ લખ્યું છે,
ને ભૂલી જાઉં તો તું કરે માફ એમ લખ્યું છે;
તારા સમ વાલમ હથેળીમાં મેં આમ લખ્યું છે.
સાત ફેરા નથી ફરવા તારી સાથે એમ લખ્યું છે,
સાથ જન્મો જન્મનો જોઈએ એમ લખ્યું છે;
તારા સમ વાલમ હથેળીમાં મેં આમ લખ્યું છે.
પ્રેમના પગરવ નામે હજુ તો શીર્ષક લખ્યું છે,
ને અંતે અધૂરી રહી ગયેલી પ્રેમની કહાની લખી છે;
તારા સમ વાલમ હથેળીમાં મેં આમ લખ્યું છે.

