પ્રેમની જાયદાદ મોકલુ છુ
પ્રેમની જાયદાદ મોકલુ છુ
મૌસમનો રંગ ભીનો વરસાદ મોકલું છું,
ઈશ્વર તરફથી મળેલ પરસાદ મોકલું છું.
આપવા તને નથી મારી પાસે હીરા મોતી,
બસ સાંભળીને ખુશ થા એવો સંવાદ મોકલું છું.
સમય નથી તમારે વ્યસ્ત છો તમે તમારા રૂટિનમાં,
બસ હૈયે ઉઠેલી એ ફરિયાદ મોકલું છું.
હર પળે હર ક્ષણે યાદ તારી સતાવે મને,
કિંમતી એ યાદોની સૌગાદ મોકલું છું.
મારી કવિતામાં ઉલ્લેખ હોય છે સદા તારો,
તારી યાદમાં લખેલ એકાદ ગઝલ મોકલું છું.
તુજ આંખો બાગ છે તને એક ફૂલ શું આપુ ?
મારા પ્રેમની કિંમતી જાયદાદ મોકલું છું.

