મિલનનો પ્રસંગ ઉજવી લઈએ
મિલનનો પ્રસંગ ઉજવી લઈએ
ચાલ મિલનના પ્રસંગને ઉજવી લઈએ,
આંખોમાં સપના નવા આજ સજાવી લઈએ.
રેતની જેમ સરકતો જાય છે આ સમય,
ચાલ દરેક પળને યાદગાર બનાવી લઈએ.
કંટક ભરેલી વાડ છે જીવનમાં ચારો તરફ,
ચાલ એમાં ફૂલોની ચાદર બિછાવી દઈએ.
પહાડ જેવી મુશ્કેલીઓ ભલે ને આવે,
ચાલ દિલમાં આસ્થાનો દીપ પ્રગટાવી લઈએ.
સગપણ નું મોતી છે બહુ મોંઘા મુલું,
ચાલ દિલની તિજોરીમાં એને સાચવી લઈએ.
મળ્યું છે એને માણી લઈએ,નાં મળ્યાનો અફસોસ શા માટે ?
ચાલ કરમાયેલા ફૂલોમાંથી પણ અતર બનાવી લઈએ.
સૂરજ ભલે ને અસ્ત થયો ,તો શું થયું ?
ચાલને રાતોનાં શમણાં સજાવી લઈએ.
એકબીજાના હાથમાં હાથ આપી દઈએ,
જીવનને ખુશીઓથી વધાવી લઈએ.
કાલે શું થશે ક્યાં ખબર છે આપણ ને !
ચાલ આજ મન ભરી મિલનનો પ્રસંગ ઉજવી લઈએ.

