લઈને આવી છું
લઈને આવી છું
હોંઠ પર સુંદર સ્મિત લઈને આવી છું,
તારા માટે રચેલું હું ગીત લઈને આવી છું.
ભરી દેય તારા સુના જીવનમાં રંગત,
એવું સાત સૂરોનું સંગીત લઈને આવી છું.
ધરતી પર જન્નત નો અહેસાસ કરાવવા તને,
હૈયે તારા માટે અઢળક પ્રીત લઈને આવી છું.
જુદાઈની આ ભડકતી આગને ઠારવા,
મિલનની લહેર શિત લઈને આવી છું.
આ પાનખર જેવા તારા જીવનને મહેકાવવા,
આખો બાગ હું સુગંધિત લઈને આવી છું.

