ભીંજાયું મન આંગણે વરસાદ છેભીન
ભીંજાયું મન આંગણે વરસાદ છેભીન
ભીંજાયું મન આંગણે વરસાદ છે,
ભીની આંખો પાંપણે વરસાદ છે.
પ્રેમની ખાતા વહી લખતો રહું,
શબ્દ ભીનાં કાગળે વરસાદ છે.
શું કરું ? ઠંડી નથી જામી હજી,
તન બદનનાં તાંપણે વરસાદ છે.
છલકે છે ભાગીરથી સરવર નાળા,
બંધ બારી બારણે વરસાદ છે.
બાળકો બચપણ ભર્યા જોયા કરું,
ઘરડું તન ને છાપરે વરસાદ છે.

