પ્રેમનો પ્રતિસાદ મોકલ
પ્રેમનો પ્રતિસાદ મોકલ
તરસી છે આ હૈયાની ધરા મૌસમનો પહેલો વરસાદ મોકલ,
આમ નારાજગી શા માટે ? હૈયે હોય કોઈ ખેદ તો ફરિયાદ મોકલ.
આમ ક્યાં સુધી મૌન રહીશ તું ? સંબંધમાં મધુરતા જાળવવા સંવાદ મોકલ,
ચાહું છું તને મારી જાત કરતા પણ વધારે, તું પણ પ્રેમનો પ્રતિસાદ મોકલ.
તારા વિના સાવ સુની ગલી સુનું છે શહેર, મોંઘુ સંભારણું એકાદ મોકલ,
હીરા મોતી ઝવેરાતથી ક્યાં ખુશ થાય છે આ દિલ,
બસ તારા પ્રેમની એક જાયદાદ મોકલ.
કુદરતનો સુંદર નજારો પણ ખુશી નથી આપી શકતો,
હું ખુશ રહી શકું એવી પળોની સૌગાદ મોકલ.

