તારા રંગે રંગાતી જાઉં છું
તારા રંગે રંગાતી જાઉં છું
તારા અગાધ પ્રેમમાં હું ડૂબતી જાઉં છું,
અલબેલી સરિતાની જેમ હું વહેતી જાઉં છું,
મળ્યો તારો પવિત્ર પ્રેમ એવો મને !
જોને હું ફૂલની જેમ મહેકતી જાઉં છું !
કોણ જાણે કેવો જાદુ છે આ તારા પ્રેમમાં !
બસ પાગલ બની તારી પાછળ ભાગતી જાઉં છું,
તારા પ્રેમમાં હું હું મટીને જાણે તું બની ગઈ !
મારી જાતમાં તને હું સમાવતી જાઉં છું,
મારા અસ્તિત્વને તો જાણે સાવ ભૂલી ગઈ,
બસ હું તો તારા રંગે રંગાતી જાઉં છું,
કેમ શોધું હું મને ? હું ખોવાઈ ગઈ કેવી તારામાં !
બસ મારી જાતમાં તને હું વસાવતી જાઉં છું,
તને યાદ કરવામાં ઈશ્વરને હું ભૂલી ગઈ,
તારા પ્રેમમાં ખુદાને હું પામતી જાઉં છું.

