ઈશ્વરનો કિંમતી ઉપહાર લાગે
ઈશ્વરનો કિંમતી ઉપહાર લાગે
તારું મિલન જાણે મને અવસર જેવું લાગે,
આ તારી બોલી તો જાણે મને મધ, સાકર લાગે !
આ તારા આગમને થયું મારું રોમ રોમ પુલકિત,
તારું મિલન જાણે મારી પ્રાર્થનાના ઉત્તર જેવું લાગે !
જીવન જાણે એક જંગ સમુ લાગે મને,
કંધા પર હોય હાથ તારો તો મને બખ્તર જેવું લાગે,
આ દુનિયા ભલે હોય દુશ્મન મારી,
પણ તું આપે સાથ તો એકે હજાર જેવું લાગે,
લાશ જેવી જિંદગીમાં તે પૂર્યા પ્રાણ,
તારું મિલન તો મારી બીમારીના ઉપચાર જેવું લાગે,
તારા આગમને બની મારી જિંદગી ગુલઝાર,
આ તારું મિલન ઈશ્વરના કિંમતી ઉપહાર જેવું લાગે.

