તું, હું અને વાદળ
તું, હું અને વાદળ
આજે તું વાદળ અને હું વર્સી જાઉં,
તું હવા અને હું લહેરવાની મોકળતા બની જાઉં.
તું વીજળી અને હું તેનો રણકાર બની જાઉં,
તું ફૂલ અને હું તારી સુગંધ બની જાઉં.
ક્ષિતિજ પર તું આકાશ અને હું ધરતી બની જાઉં,
તું દિલ અને હું તારી ધબકાર બની જાઉં.
તું વિચાર અને હું તેની વ્યક્ત કરવાની ધારા બની જાઉં,
તું અવાજ અને હું તેનો સ્વર બની જાઉં.
સંગાથ આપ એવો કે હું તારી અને તારી જ બની જાઉં,
ચાલ આજે તું વાદળ અને હું વરસી જાઉં !!!