STORYMIRROR

RITVI BUCH

Classics Inspirational Others

4  

RITVI BUCH

Classics Inspirational Others

મારી અનોખી હોળી

મારી અનોખી હોળી

3 mins
10

રંગોની હોળી રમતા વિચાર આવ્યો,

આત્મમંથનો ગુલાલ મેં આજે એવો ઉડાડ્યો,

કે હવે રંગાવું છે મારે એવા અનોખા રંગમાં,

કે કોઈ ના જોઈ શકે એવા મારા જ સંગમાં.


પહેલો રંગ લગાડું આત્મવિશ્વાસનો,

જે આજ ની હારમાં પણ આવનારી જીત ની આશા અપાવે,

ને ખોવાયેલા રસ્તા પર સાચી દિશા બતાવે.


બીજો રંગ મારી ઓળખનો,

જે મને મારી સાચી પરખ કરાવે,

ને મારી નાની દુનિયા માં મારું મૂલ્ય સમજાવે.


ત્રીજો રંગ મારી લાગણીનો,

જે સ્વ-પ્રેમ ને ખીલાવી દે,

ને  મન માં વસંત ની લહેર લાવી દે.


આવી અનોખી હોળી મારે આજે રમવી,

જેમાં મને મારી જ સંગત હવેથી ગમતી….


-રીત્વી ની વાત ✨


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics