પ્રેમની એ જ ઝીણી વાતો...
પ્રેમની એ જ ઝીણી વાતો...
કોઈ તર્ક કામ ના આવે જ્યાં લાગણીની વાત હોય,
બસ તારો મારો સંગાથ અને સોનેરી રાત હોય.
ક્યાં શોધવા જઉં હું પ્રેમ ના જળકતા તારાઓ ને,
જ્યારે તારી આ ઝીણી વાતોમાં જ આખું આકાશ હોય.
ભીંજાય મારું મન આ લાગણીના વરસાદની હેલીમાં,
પણ આ મેઘલી સાંજમાં તારા પ્રેમ નો છલકતો ઉજાસ હોય.
જીવન ના રસ્તાઓ અનેકો મળે,
પણ તું જ્યારે પણ મળે, તું બસ મને જ મળે.
-રીત્વી ની વાતો ✨

