STORYMIRROR

RITVI BUCH

Abstract Romance Classics

4  

RITVI BUCH

Abstract Romance Classics

મારો પ્રેમ

મારો પ્રેમ

3 mins
9

મારી આંખોનું કાજળ પણ શરમાય,

જ્યારે તારી યાદો આંખમાં ઉતરી જાય.


શબ્દો વગર પણ ઘણી વાતો થઈ જાય,

મનની અંદર એક શાંત લહેર દોડી જાય.


રાતની શાંતિમાં બસ તારા નામનો ધબકાર જળવાય ,

મારા શ્વાસમાં પણ તારા જ સૂરનો રણકાર સંભળાય.


ચાંદો પણ પૂછે — આ કેવો તારો પ્રેમ?

આંખ બંધ કરું તો પણ બસ તારો જ ચહેરો દેખાય. 


સમય જાણે થમી ને દરેક પળ મહેકાય,

તારી યાદો જ્યારે મારા મનમાં લહેરાય.


મારા જીવનમાં તું એવી રીતે ભળી જાય,

કાજળ કરતા પણ તારો પ્રેમ મારમાં રંગાય. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract