આભના મોતી
આભના મોતી
એવા છે આભના તારા, જેમકે…
રાતની કાળી ચાદર પર, જેમકે કોઈએ હીરા વેર્યા,
ઝીણી ઝીણી આંખે જોતા, આભે સપના એવા ઘેર્યા.
નથી એમની પાસે સૂરજ જેવું તેજ,
તોય અંધારામાં રેલાવે અમીની હેજ.
દૂર રહીને પણ કેવો ચંદ્ર નો સાથ નિભાવે,
એકલા હોઈએ રાતે, તો ઝળકતા મલકાવે.
શાંત ભાવે આખું આકાશ ગજવે,
પોતે બળીને દુનિયાને અજવાળું અપાવે.
