કૃષ્ણ નો પ્રેમ
કૃષ્ણ નો પ્રેમ
મૌનમાં ગૂંથે મોરપંખીનું નામ,
જ્યાં વિચાર થાકે, ને શબ્દો અટકે,
હૃદયની વનરાઈમાં વસે છે શ્યામ,
ત્યાં કૃષ્ણ સ્વરૂપે અનુભવ ઝળકે.
જીવનના યુદ્ધમાં હું અર્જુન બની,
સંશય અને અસ્થિર વિચારની અજાણતી ઓળખ બની.
એ ગીતા ન ખોલે, ન આપે ઉપદેશ,
માત્ર શંખનાદ કરે, હરે સર્વ ક્લેશ.
જે માખણ ચોરી જાય બાળલીલા સાથે,
એ અહંકાર શમાવે પ્રેમના હાથે,
જે વાંસળી વગાડે મધુર સ્વરથી,
એ ઈચ્છાઓને શમાવે મૌન સૂરથી
જે કૃષ્ણના પ્રેમમાં રંગાય,
અપાર લાગણી અનેક નામમાં ના સમાય,
જ્યાં તૂટી જાય મારો સતકર્મ નો આભાસ,
ત્યાં અંતરમાં જાગે શ્યામનો શ્વાસ.
