કાન્હા
કાન્હા
કાન્હા પણ, વિશ્વરૂપ ભગવાન,
બાળપણનું હાસ્ય, બ્રહ્માંડનુ જ્ઞાન
બંસી વાદક પણ કાળ સંહાર,
ભક્તો ના હૃદયનો પ્રેમ નો છે આધાર
રાધા ના પ્રેમનો અનંત સાગર,
દ્વારકા ના રાજા અને ભક્ત નો નટવર નાગર
રુક્મિણી સાથ ધર્મની રક્ષા,
માખણ ચોરે અને આપે મનની તૃષા
કૃષ્ણ છે એક આસ, અને સવ નો આધાર,
કહે એને લાલો, અને મીરા કહે ગિરધરગોપાળ
કૃષ્ણ છે સવ નો તારણહાર!
