STORYMIRROR

RITVI BUCH

Abstract Classics Others

4  

RITVI BUCH

Abstract Classics Others

મારી અને આથમતા સૂર્યની વાત

મારી અને આથમતા સૂર્યની વાત

3 mins
25

સાંજનો એ કેસરી રંગ, ને નમણો થતો ઉજાસ,

ક્ષિતિજ પર આથમતા સૂરજની, મારી સાથે થઈ ખાસ વાત.


મેં પૂછ્યું એને કે, "કેમ તું આમ ઉતાવળ માં જાય છે?

આખા જગને રોશની દઈને, અંધકારમાં કેમ ખોવાય છે?

તારા ગયા પછી, આ આકાશ સાવ સુમકાર અનુભવે છે,

ઘેરાયેલા અંધકારમાં, ના આગળનો કોઈ રસ્તો મળે છે.”


ત્યારે સૂરજે ગંભીર રીતે ઉત્તર આપ્યો, 

"ભલે હું ના દેખાઉં, પણ અસ્તિત્વ મારું સત્ય છે,

તારા મન સાથે મારો, ઊર્જાનો અતૂટ સંબંધ છે.

જેમ હું આથમીને પણ, બ્રહ્માંડ માં જ સદૈવ જળહળું છું,

તેમ તારા આત્મવિશ્વાસમાં, હું તેજ બનીને ભળું છું.


અંધકાર ગમે તેવો હોય, હિંમતનો દીવો હંમેશા પ્રગટતો રાખજે,

આથમતો સૂરજ અંધકાર ની જીત નથી, એ સત્ય હંમેશા યાદ રાખજે.


-રીત્વી_ની_વાત ✨


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract