STORYMIRROR

RITVI BUCH

Romance Classics Fantasy

4  

RITVI BUCH

Romance Classics Fantasy

બગીચાનું પગથિયું

બગીચાનું પગથિયું

3 mins
6

બગીચાનું આ પહેલું પગથિયું,

સૌને વહાલું લાગે,

બાળકો અહીં કૂદકા મારે,

ખરી સાંજ ત્યારે જાગે!


છોકરાઓ આવે દોડતા,

ખુશીઓ અને ઉમંગ લઈને મનમાં,

જાણે ઉડતા પંખીઓ,

પહોંચી જાય ઉપવનમાં.


ઘણા હિચકે ઝૂલવા આવે,

દિવસ ની દોડ માં શાંતિ શોધવા કાજે,

હસી છલકાય અને ઉમંગ છવાય, 

પગથિયું એવી પ્રેમાળ મિત્રતા જોઈને મલકાય.


મીઠી મીઠી યાદો બધી,

પથ્થર પર એવી લખાઈ.

ખુશીઓ અને હસતી પળો,

અહીં જ તો છુપાઈ.


-રીત્વી_ની_વાત ✨


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance