STORYMIRROR

Ritvi Buch

Abstract Drama

3  

Ritvi Buch

Abstract Drama

આવી એવી દિવાળી આજે

આવી એવી દિવાળી આજે

1 min
212

અંધારી રાતને પણ ઉજળાવી નાખે, 

આવી એવી દિવાળી આજે,


બેરંગ દરવાજાની બા'ર, રંગબેરંગી રંગોળી પૂરાવે, 

સફાઈમાં મળેલી બંધ પેટીમાં સંતાડેલી યાદોને ફરી જગાવે, 

ચકરીની તીખાશ ને કાજુકતરીની મીઠાશનો સાર પૂરાવે, 

આવી એવી દિવાળી આજે,


નવા વર્ષની ઉત્સુકતાનો આભાસ કરાવે,

નવા લીધેલાં કપડાં ને પહેલી વાર પે'રવાનો આનંદ કરાવે, 

મિત્રોની વચ્ચે કોને કેટલી દિવાળી અને ચોકલેટ મળી એની હરીફાઈ કરાવે, 

આવી એવી દિવાળી આજે, 


બદલતા સમયમાં, બસ એક વાત નથી બદલાઈ એવી ખાત્રી છે મને, 

જે ઉમંગ હતો નાનપણમાં એવો જ ઉત્સાહ, દિવાળીનો મને છે આજે !


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Abstract