જાઉં છું
જાઉં છું

1 min

11.4K
ન હો જો તમે ખળભળી જાઉં હું,
અચાનક મળો ઓગળી જાઉં હુ.
તમારા વગર ક્યાંય ગમતું નથી.
કહો હા તો તેમને મળી જાઉં હુ.
કરો વાત જો પ્રેમથી આપ તો,
મનાવો નહિ તો વળી જાઉં હું.
સતત જો આપ સાથે રહો,
સપનમાં તમારા ઢળી જાઉં હું.
તમે લેશ ક્રોધિત ન થાશો કદી,
હું મરાય ઉપર બળી જાઉં છું.