Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Rekha Kachoriya

Romance Others

3  

Rekha Kachoriya

Romance Others

સપ્તરંગી

સપ્તરંગી

1 min
11.3K


મનમોહક રંગોની ઊડે છે છોળો રંગબેરંગી

લાલ,લીલો,પીળો ને રંગો સૌ સપ્તરંગી


રાગ-દ્વેષને નફરત સૌ હોલિકામાં બાળી

રમીએ સૌ હળી- મળીને આવ્યો પર્વ હોળી


કેસરવર્ણો કેસૂડો ગહેકે છે કુંજબિહારી

તારી પ્રીતમાં રંગાઈ છે બરસાનાવાળી


વ્રજમાં રમે હોળી શ્યામ સંગે રાધારાણી

ગોપ-ગોપીઓએ ગુલાલની ભરી છે પિચકારી


કાનાની પ્રીતમાં રાધારાણી છે ભીંજાણી

તોયે રંગી શ્યામે એને જાણી જાણી.


Rate this content
Log in