STORYMIRROR

Rekha Kachoriya

Romance

4  

Rekha Kachoriya

Romance

રાધા ઘેલી રે

રાધા ઘેલી રે

1 min
279

ઘેલી રે...ઘેલી રે..ઘેલી રે....

તારી પ્રીતમાં થઈ રાધા ઘેલી રે..


તું મારો શ્યામ ને હું તારી રાધા,

તો શીદને આમ તું, તડપાવે ઓ માધા,

ઉમટી છે દિલ મહીં પ્યારની હેલી રે,

તારી પ્રીતમાં થઈ રાધા ઘેલી રે.....


વાંસળી વગાડીને મોહિની લગાડે,

સારી-સારી રાત જોને નીંદરું ન આવે,

રહું તારી યાદોમાં હું તો ખોવાયેલી રે,

તારી પ્રીતમાં થઈ રાધા ઘેલી રે....


હથેળીમાં ત્રોફાવ્યું કાના તારું નામ,

ગોકુળિયાનો છોરો તું, બરસાના મારું ગામ,

સુગંધી વાયુ ખેલે, લટ સાથે અઠખેલી રે,

તારી પ્રીતમાં થઈ રાધા ઘેલી રે...


અરમાનોની મધમધ વેલીયું હૈયે ફૂટી રે,

તારાં જ નામની ગળથૂથી મેં તો પીધી રે,

સમરું તને રાત-દિન, સઘળી મરજાદ મેલી રે,

તારી પ્રીતમાં થઈ રાધા ઘેલી રે....


ઘેલી રે..ઘેલી રે..ઘેલી રે...

તારી પ્રીતમાં થઈ રાધા ઘેલી રે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance