Rekha Kachoriya

Romance Inspirational

4  

Rekha Kachoriya

Romance Inspirational

ત્યાગે છે

ત્યાગે છે

1 min
345


સૂનાં આંગણિયે એકલો એ લથડતાં પગ માંડે છે,

જોને, ડોસો ડોસી આગળ હજીય તાજું છાપું માંગે છે !


સાથે ઉઠવું-બેસવું, ચાય પીવી સાથે, હતો નિત્યક્રમ,

ક્રમ એ તોડીને, વિધાતા કેમ જીવનમાં ત્રાંગુ નાંખે છે ? 


નથી બદલાઈ સૃષ્ટિ, પહેરેદારો એ જ છે બધાં,

ફકત ડોસાનાં જીવનમાં કેમ અંધકાર ભાસે છે ?


ફેરા ફરી સપ્તપદીનાં, કર્યો કુમકુમ પગલે ગૃહ પ્રવેશ,

મધુર રજની માણી સંગે, આજે ખાલી એ જગ્યા આંખમાં વાગે છે.


પુત્ર-પુત્રી, રમાડયાં પૌત્રાદિ, સર્વે સુખ માણ્યું જીવનમાં,

અંતિમ દાવમાં અંચઈથી ડોસી કેમ આગળ ભાગે છે ?


સાત સૂરની સરગમ, સાત રંગ મેઘધનુષનાં છે મનોહર,

સપ્તપદીનાં સાત વચન આજે કેમ મિથ્યા લાગે છે ?


આ જ છે જીવનરંગ ! નવરંગ, તો, છે કદી એ બેરંગ,

શીખ આપી જીવનની, ડોસો હવે શૂન્યમાં તાકે છે.


જીવનનાં સાતેસાત કોઠે પ્રેમનાં દીવડાં પ્રગટાવે છે,

ડોસો હજુય સવાર-સાંજ ડોસીની યાદને મમળાવે છે.


ભીનાં-ભીનાં સ્મરણો જીવનસંગીનીનાં રોજ ભીંસે છે,

ઝાકળઝંઝા આ મોહમાયાની અંતે ડોસો પણ ત્યાગે છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance