Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Kachoriya

Inspirational Others

3  

Rekha Kachoriya

Inspirational Others

હેં ને શિવજી

હેં ને શિવજી

1 min
195


ભોળીયાના નામે દુનિયા ઠગે, હેં ને શિવજી,

ચાલે ભક્તિમાં કૌભાંડ આ જગે, હેં ને શિવજી,


ચડાવે છપ્પનભોગ રીઝવવા મહાદેવને સૌ,

ત્રિપુરારી રીઝે બિલ્વપત્ર ને સલિલે, હેં ને શિવજી,


ત્રિનેત્રધારી, પશુપતિનાથ શંભુ છે કૈલાસવાસી,

એ ભક્તોજનોનાં હૃદયમાં વસે, હેં ને શિવજી,


ભભૂત ચોળી, ભૂતોની ટોળી, વાધ્રચર્મધારી, 

એ તો ન કિનખાબી વાઘા પહેરે, હેં ને શિવજી,


નટરાજ રાજ, ઉમિયાપતિ, હે ! શશાંક ધારી,

સૃષ્ટિ કાજે હળાહળ વિષ ધર્યું કંઠે, હેં ને શિવજી,


ન ચાહું હીરા, માણેક કે સુવર્ણાલંકાર ગંગાધારી,

ભકિત તમારી કરું ભવોભવે, હેં ને શિવજી,


હો અંત સમયે તારું જ નામ સ્મરણ ઉમિયાપતિ,

ભક્ત ભોળા કર જોડી કરગરે, હેં ને શિવજી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational