Rekha Kachoriya

Inspirational

4  

Rekha Kachoriya

Inspirational

મોંઘી જણસ આઝાદી

મોંઘી જણસ આઝાદી

1 min
322


અમૃત મહોત્સવ આઝાદીનો આજે મનાવવો છે,

કણ-કણમાં સૂર સ્વતંત્રતાનો હવે ફૂંકાયો છે.


આવન-જાવન ઘટનાઓનું, એમ ચાલતું રહ્યું સદા,

કયારેક ખીલ્યું કમળ તો, કયારેક પંજાનો દબદબો છે.


પ્રજાની પાંપણમાં છૂપાયેલાં એ જળબિંદુઓએ,

મોંઘવારી, બેકારીનો અસહ્ય માર સહ્યો છે.


વિકાસની ગાથા માટે બલિદાન વીરોએ આપ્યાં,

આઝાદીનાં જશનમાં માનવ સિધ્ધાંતો ભૂલ્યો છે.


રોટી, કપડાં અને મકાન છે જરૂરિયાત માનવીની,

કેમ જગતનો તાત આજે આંદોલને ચડ્યો છે ?


છમ્મલીલાં સ્મરણો સ્મૃતિપટ પર હો છવાયેલાં,

જિંદગીનાં પ્રવાસ પર મોતનો હક્ક સૌથી પહેલો છે.


સંપ, સહકાર ને વિશ્વાસનાં છે આ બાનાખત,

પ્રગતિનાં મારગનો ઢાળ ચડવો ખૂબ અઘરો છે.


મા ભારતીનું સ્વપ્ન, ખુશહાલ રહે જન-જન સદા,

રામરાજ્ય માટે નરબંકાઓએ પ્રસ્વેદ ઘણો પાડ્યો છે.


મોંઘી જણસ છે આ આઝાદી, સાચવજો એને,

એનાં માટે એક-એક માઈનો લાલ શહીદીને વહોર્યો છે. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational