STORYMIRROR

Patel Padmaxi

Inspirational

4  

Patel Padmaxi

Inspirational

પ્રકૃતિની સુરક્ષા

પ્રકૃતિની સુરક્ષા

1 min
220

કેવી અદભૂત સૃષ્ટિ સર્જી તેં ઓ સર્જનહાર,

અહો ! મારા કાજ કર્યો કેટલો રમણીય વિચાર.


સૂર્ય-ચંદ્ર, તારા, મેઘોથી ભરેલું આભ દીધું માથે,

ને રમતો હું હરપળ પોષતી ધરણી તણી બાથે.


કલરવતાં સુંદર પંખીઓની દીધી મધુર સૌગાત,

ક્ષીર વહાવતાં પશુઓની મૈત્રીની અનોખી વાત.


ઉપકારક અતિ એવી વનરાજીની લીલીછમ દ્રષ્ટિ,

રંગબેરંગી મૃદુ પુષ્પો, પતંગિયાની પાંખ મનડે વસતી.


વિવિધ પર્વતોની હારમાળા, ખીણ, કોતર અને કંદરા,

સરોવર, તળાવ, ખળખળ વહેતી નદીઓની વંદના.


રાત-દિવસ ને ઋતુઓ તણા બનાવ્યા અજબ ચક્ર,

પ્રાણવાયુની આશ્ચર્યકારક દેણ સમજાય નહીં વક્ર.


આ અમૂલ્ય તત્વોને સાચવવા આપ્યો મનુષ્યાવતાર,

પ્રકૃતિની સુરક્ષા એ જ સાચો માનવસુરક્ષાનો આધાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational