કૃતઘ્ની
કૃતઘ્ની
હદયનું રકત રેડીને કર્યું જેણે પાલન,
ઘણા ઉમળકાથી કર્યું અપત્ય લાલન.
આંગળી પકડી દેખાડયું જગ આંગણ,
નાજુક છોડનું કાળજીથી કર્યું જતન.
નિજ જરૂરિયાતો પર મૂકયો સદા કાપ,
સંતાનની ઈચ્છાપૂર્તિનું ખીલવ્યું ચમન.
દોડતો કાયમ ખુશીઓ સમેટવાને કાજ,
સહેતો હર વિપદા તોયે ના ભરતો નયન.
એ જનકના અંતિમ દિનોની કેવી કરુણા,
જરઠ કાજ નાના પડયા દિકરાના ભવન.
જયારે નબળી પડી ગઈ એ પિતાની કાય,
ભારણ લાગવા માંડયો એ વ્હાલનો પવન.
છોડી આવ્યો વૃદ્ધાશ્રમ ભૂલીને કૃતજ્ઞતા,
અહો! કેવી આ કરૂણતા, કેવું આ જીવન !
