STORYMIRROR

kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

વિકાસ

વિકાસ

1 min
202

માણસમાં માનવીય ગુણોનો વિકાસ થાય તો સારું,

સ્વાર્થને પોષવાની વૃતિ સૌના મનમાંથી જાય તો સારું.


બંગલા ગાડીને ધન-દોલતની આ આંધળી દોટ છે,

એકબીજાના દુ:ખ નિવારવા પ્રેમનો સેતુ રચાય તો સારું.


રાવણ દહન કરવાથી ક્યાં મરે છે હજુ આ રાવણવૃતિ,

સમાજમાં વિકૃતી ફેલાવતા દાનવો હણાય તો સારું.


વિકાસના નામે પતન તરફ ધકેલાયો છે આ માનવી,

સમજીને પાછો વળેને, અર્થ સાચો સમજાય તો સારું.


પર્યાવરણ અને પ્રકૃતિને બચાવી, દેશનો વિકાસ કરીએ.

ભાઈચારો અને જન કલ્યાણના પાઠ ભણાય તો સારું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational