STORYMIRROR

Harshad Dave

Inspirational Others

4  

Harshad Dave

Inspirational Others

મનવટો...

મનવટો...

1 min
526


લાગણીના તારને છંછેડમા,

રણઝણે છે શબ્દ મારા કોશમાં.


એક પગલું મેં ભર્યું આવેશમાં,

એક પગલું તેં ભર્યું આક્રોશમાં.


કોણ સાચું, કોણ ખોટું, તોલમા,

ફર્ક છે 'આરોપ'માં 'ને 'દોષ'માં.


રાઈનો પર્વત કરે છે રોષમાં,

આવશે ક્યારે હવે તું હોશમાં.


કાન સરવા ભીંતના પણ હોય છે,

વાત જાશે આપણા પાડોશમાં.


'આજ'ના આનંદને અવરોધમા,

મનવટાનાં ખ્યાલને તું પોષમા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational