STORYMIRROR

Pranali Anjaria

Inspirational Others

4.8  

Pranali Anjaria

Inspirational Others

કોને કહું ?

કોને કહું ?

1 min
451

હે કૃપાનિધાન તારા સુધી મારો સાદ કોણ પહોંચાડે ?

કોને કહું, તારા સુધી મારી અરજી કોણ પહોંચાડે ?

પક્ષીઓ આકાશે ઉઙતા ઉઙતા મારો સંદેશો લઇ જાય,

પણ પાંખ કપાવવાના ઙરથી એ પણ મનમા મુંઝાય,

કોને કહું, તારા સુધી મારી અરજી કોણ પહોંચાડે ?

વૃક્ષો લહેરાતા લહેરાતા મારી વાત તને સંભળાવે,

પણ પાનખર આવતાની સાથે વૃક્ષો પણ મુરઝાય,

કોને કહું, તારા સુધી મારી અરજી કોણ પહોંચાડે ?

મંદિરનો ઘંટનાદ સદા તને જગાડતો,

પણ મંદિરમાં હવે આરતી, શૃંગાર, રાજભોગ

એમ કટકે કટકે તારા દર્શન થાય,

કોને કહું, તારા સુધી મારી અરજી કોણ પહોંચાડે ?

ખળખળ વહેતું ઝરણું હોય તો મારો અંતરનાદ

તારા સુધી લઈ આવે,

પણ દિવસે દિવસે સુકાતી ધરતી પર કોણ મારી

તરસ છુપાવે ?

કોને કહું, તારા સુધી મારી અરજી કોણ પહોંચાડે ?

હૈ કૃપાસિંધુ હવે એકજ મારગ મને દેખાય,

મારા સારા કર્મ થકી જ હવે તારા સુધી પહોંચાય.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational