STORYMIRROR

Pranali Anjaria

Inspirational

4  

Pranali Anjaria

Inspirational

ખોબો ભરીને ગુલાલ

ખોબો ભરીને ગુલાલ

1 min
292

ખોબો ભરી ને ગુલાલ, આજે ઉડાડી એ ચાલ

એક રંગને બીજા રંગમાં ભેળવવા નો કેવો સુંદર છે વિચાર


રંગોના આ મિલનમાં, ઈશ્વર કરે ન પડે ભંગ

આજે તો સંગ એવો રંગ કરવાનો થયો છે ઉમંગ

ખોબો ભરીને ગુલાલ, આજે ઉડાડી એ ચાલ


લાલ રંગ સોહામણો, કેસરી રંગ રળિયામણો,

લાગે મીઠો પીળો રંગ,

રંગ સૃષ્ટિ માં ખોવાઈ જઈએ ફાગણિયાને સંગ

ખોબો ભરી ને ગુલાલ, આજે ઉડાડી એ ચાલ


ઝગડિએ પણ તુરંત સંપી જઈએ

હઠ કરીએ ને માની જઈએ એવો જાદુઈ છે વાસંતી પવન

ફૂલોની ફોરમથી સોનામાં ભળી સુગંધ

ખોબો ભરી ને ગુલાલ આજે ઉડાડી એ ચાલ


એકમેકના જીવનમાં પણ રંગો પૂરીએ,

આશા ભરીએ, આનંદ ની છોળો ઉછાળિએ હરદમ

ભેદ ન રહે, ભેદભાવ ન રહે, એવા કરીએ કર્મ

ખોબો ભરીને ગુલાલ આજે ઉડાડી એ ચાલ


કેસૂડાની જેમ ખુદને જળમાં ઓગાળી દઈએ 

ને થઈએ રંગ ભીના, એવું કરીએ,

જેને મળિયે, બસ તેને ન ચાલે આપણા વિના

ખોબો ભરી ને ગુલાલ આજે ઉડાડી એ ચાલ


શાંત મધુર વાયરો વાય છે ને

તેમાં ભળી જાય છે મસ્તી ભર્યા રંગોની વિવિઘ ભાત

માનો કે ન માનો આ રંગોત્સવમાં 

ક્યાંક છુપાઈ છે રાઘા-શ્યામની વાત.

ખોબો ભરી ને ગુલાલ આજે ઉડાડી એ ચાલ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational