STORYMIRROR

Pranali Anjaria

Others

3  

Pranali Anjaria

Others

હું અને તું

હું અને તું

1 min
355

ખબર કોણ, કોની પૂછે ?

અહીં તો બસ સ્વાર્થ સંગે,

વ્યવહાર ચાલે છે.


આંસુ કોણ, કોના લૂંછે ?

અહી તો બસ,

દોષારોપણ ચાલે છે.


સધિયારો કોણ, કોને આપે?

અહીં તો બસ,

તક ઝડપવાની હોડ ચાલે છે.


પ્રશંસા કોણ, કોની કરે?

અહીં તો બસ,

પ્રસિદ્ધિ માટે સ્પર્ધા જામે છે.


સત્યનું મૂલ્યાંકન કોણ, કયારે કરે ?

અહીં તો બસ,

લોકોને ભ્રમમાં જીવતા ફાવે છે.


ફરિયાદ કોણ, કોની કરે ?

અહીં તો બસ,

ડગલેને પગલે કોઈનું કોઈ લૂંટાય છે.


હું અને તું શું બદલાવ લાવી શકવાના ?

જયારે બદલાવનો પ્રારંભ જ,

તારા અને મારાથી થાય છે.


Rate this content
Log in