નારી
નારી
હે નારી, કોઈ શું કરશે તારું મૂલ્ય,
તું તો સ્વયં છે સૌથી અમૂલ્ય.
હે નારી, કોઈ શું કરશે તારી તુલના,
તું તો સદા છો અતુલ્ય.
હે નારી, સૌની સેવા માટે તું રહેતી તત્પર,
જાણે અન્ય ના માટે જ તારું જીવતર.
હે નારી, તિથિ-તોરણ તું છે ઘરનું,
સારું સ્વાસ્થ્ય ને સ્વચ્છતા તારા વિના છે એક સપનું.
હે નારી, એક-એક વાત તારી છે અનોખી,
પીડા સહી ને પણ તું રહે છે હસમુખી.
હે નારી, તારા તો આંસુ પણ બીજા માટે,
તારા દુઃખ કોઈ ન વાંચે.
હે નારી, સહનશીલતા તારા માં પ્રબળ,
ભૂલ કરે છે, જે સમજે તું જ ને દુર્બળ.
હે નારી, પરિવારનું પોષણ કરતી
શૂન્યમાંથી તું સર્જન કરતી.
હે નારી, તારા ગુણોની છે અગણિત સંખ્યા,
મને આવડે એટલા મેં તો લખ્યા.
