સ્વીકાર કરજે
સ્વીકાર કરજે
ફૂલોનો હાર ન આપી શકુ તો,
મારા પ્રેમરૂપી પુષ્પ પાંખડી,
ને સ્વિકાર કરજે,
હે જગતના નાથ તુ બેડો પાર કરજે.
મુજથી રહી જાય જો કોઇ કાર્ય અપૂર્ણ,
તો સમયસર આવી ને,
તું જ કરજે તેને સંપૂર્ણ કરજે
હે જગતના નાથ તુ બેડો પાર કરજે.
અનિશ્ચિતતાઓથી ભરેલી,
આ જીવન ઘટમાળ છે,
તેમા મારા માટે સોનેરી માર્ગ,
તું જ નિશ્ચિત કરજે,
હે જગત ના નાથ તુ બેડો પાર કરજે.
સંકટોના વાદળો ઘેરાય,
ઘણા મારા કર્મપથ પર ,
તો તું જ બની વરસાદ,
વાદળોનો ભાર હળવો કરજે,
હે જગતના નાથ તુ બેડો પાર કરજે.
સામે ઉઠે હથિયાર જો દુશ્મન તણા,
બસ, તુ બનીને કવચ-ઢાલ,
મારી રક્ષા દરેક પળે કરજે,
હે જગતના નાથ તુ બેડો પાર કરજે.
સંકલ્પો હું કરું ઘણા, રહીને આ સંસારમાં,
સૌ સંકલ્પો થાય પુરા તેનું ધ્યાન રાખજે,
હે જગતના નાથ તુ બેડો પાર કરજે.
