STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

વિવાહ થકી જોડાય સંબંધો

વિવાહ થકી જોડાય સંબંધો

1 min
209

મળે જ્યાં અજાણ્યા બે દિલ

જિંદગીભર એક બને એકમેક દિલ

વિવાહ થકી જોડાય સંબંધોની નવી હારમાળા...


એકબીજાને સાથ રહેવા આપે છે વચન

સ્વીકારી ભૂલ નિભાવે છે સાત વચન

વિવાહ થકી જોડાય સંબંધોની નવી હારમાળા...


અગ્નિની સાક્ષીએ બંધાય નવા બંધન

એથી વિશેષ ન રહે કોઈ બીજા બંધન

વિવાહ થકી જોડાય સંબંધોની નવી હારમાળા...


દોસ્તી અને પ્રેમથી બને બે મન એક

સાથે મળીને નિભાવે જે સંબંધ અનેક

વિવાહ થકી જોડાય સંબંધોની નવી હારમાળા...


વિવાહ એ સંબંધોની એક મીઠી વાત

એ સંબંધ વિના દુનિયાની નહીં કોઈ વાત

વિવાહ થકી જોડાય સંબંધોની નવી હારમાળા...


એકમેકના પરિવારને ખુશીની મળે સોગાદ

નવા નવા સંબંધોની મીઠાશ રહે સદા યાદ

વિવાહ થકી જોડાય સંબંધોની નવી હારમાળા...


જિંદગી જીવવા મળે એક નવો આધાર

વગર કહ્યે સમજી જાય તેવો મળે સહકાર

વિવાહ થકી જોડાય સંબંધોની નવી હારમાળા...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational