STORYMIRROR

Rekha Patel

Inspirational

3  

Rekha Patel

Inspirational

સરકાર

સરકાર

1 min
185

આઝાદીની મોંઘેરી ભેટ મળી છે આપણને,

વિકસતા દેશને અગ્રેસર કરવા આગળ આવજો યુવાનો,


જરૂર છે દેશને યુવાનોનાં જોમ, જુસ્સા ને તાકાતની,

ભ્રષ્ટાચારથી ખદબદતા દુષણો દૂર કરવા આગળ આવજો યુવાનો,


જરૂર છે આજે દેશને યુવાનોનાં નેતાગીરીની,

સ્વીસબેંકમાં જતાં ભારતનાં નાણાં પાછાં લાવવા આગળ આવજો યુવાનો,


વીરોની શહીદીને ભોગે મળી છે આપણને આ આઝાદી,

અનામતનાં ગાણાં રહેવાં દઈ વીરતાને બીરદાવવા આગળ આવજો યુવાનો,


"સખી" આઝાદીની અનામતની કેટલી તાકાત છે, તેને મૂલવો,

એકજુટ બનીને દુશ્મનોને હંફાવવા આગળ આવજો યુવાનો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational