ડરામણું
ડરામણું
વિચારો તારા અહીં રોજ બદલાય છે,
તેથી જ તો બધી ઈચ્છાઓ સંતાય છે.
બે ઘડી તારું સામુ જોઈને શરમાવું,
અધરે પામી તને, તો હૈયું હરખાય છે.
કેશમાં આંગળીના ટેરવા પંપાળવા,
મંજુર છે તો હાથ,મારા અચકાય છે.
નજર ઝુકાવી તારી,સામેથી ચાલવું,
દિલની વાતો કરતા,દિલ અચકાય છે.
ડરામણું એ સ્વપ્ન આંખોમાં રમ્યા કરે,
વિચારું વિરહને હૈયું ખૂબ મુંજાય છે.
મધદરિયે જાણે શાંત થઈ બેઠો 'યાદ',
ને ભીતરમાં પ્રેમલહેર જોરથી ફૂંકાય છે.
