આઝાદી
આઝાદી
આઝાદી કંઈ એમ જ મફતમાં ક્યાં મળી હતી,
એને મેળવવા વીરોએ ખૂબ લડત લડી હતી,
આપી પોતાના જીવનની રક્ષણ કરતા દેશનું,
મરતા પણ ઝૂકતા નહીં સલામ તે ક્રાંતિવીરને,
અત્યાચાર સહેતા તો પણ મુખ્ય એક જ વાત
ખાતા કોરડાને બોલતા ઇન્કલાબ જિંદાબાદ,
ધન્ય છે તેની જનની ને સાથે ધાન્ય તે વીર,
દેશ માટે બલદાન દીધું કહેવાયું ક્રાંતિવીર,
ક્રાંતિ મશાલ જોઈ આજે આંખે આવ્યા નીર,
બીજું કશું નથી કહેતો, કહું જય ક્રાંતિવીર,
દેશનો ઈતિહાસ જોઈ કરું હું તુજને સલામ,
તારા કાવ્ય યાદ કરશે તારું અમર રહેશે નામ.
