STORYMIRROR

KALSARIYA PRAKASH N.

Fantasy Inspirational Others

3  

KALSARIYA PRAKASH N.

Fantasy Inspirational Others

અપરિચિત

અપરિચિત

1 min
223

દિલમાં વાસ કરી ગયા એ ઉચિત હતાં જે,

મુજથી દૂર થઈ ગયા એ ભ્રમિત હતાં જે,


મારું મારું કરતાં'તાં મારી સાથે રહેતાં હતાં,

દૂર મારાથી થઈ ગયા સંભવિત હતાં જે,


ચમક હતી એમની, ઝળહળ આખા જગમાં,

ખરી ગયા તો અંધકાર સર્વત્ર, જડિત હતાં જે,


અંતિમ શ્વાસ સુધી સાથ આપે એ સાથી ખરો,

ને તકલીફનો પર્યાય થઈ ગયા ચલિત હતાં જે,


આજે સાવ મારા થઈ ગયા અપરિચિત હતાં,

આંસુ ખર્યું હર્ષનું 'યાદ', મળ્યા ફલિત હતાં જે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy