STORYMIRROR

KALSARIYA PRAKASH N.

Others

4  

KALSARIYA PRAKASH N.

Others

પરગ્રહવાસી

પરગ્રહવાસી

1 min
227

દુર્દશા મારી જોવા ઘણા બધા અભિલાષી થયા,

ઇર્ષાનું પરિણામ કે, આજે એ પરગ્રહવાસી થયા.


હરખ ચહેરે જોઈને, જેમાં આગ સળગતી હતી,

મુજ પતનને ચાહનાર, સૌના ચહેરા ઉદાસી થયા.


શાસ્ત્રોમાં સ્પષ્ટતા સાથે બહાર પૂર્વક સમજાવ્યું છે,

ન સમજનારના કુકર્મો,આજે એના વિનાશી થયા.


સેવા,સત્કારને સદભાવના એ ક્યારેય મરતા નથી,

જીવન વિતાવ્યું જેમણે એમાં બધા અવિનાશી થયા.


માવતરની સેવા કરીને,જેણે જીવન વિતાવ્યું 'યાદ',

સાંભળ્યું છે કે એ જ લોકો,સ્વર્ગના રહેવાસી થયા.


Rate this content
Log in