રજવાડું
રજવાડું
વિચાર મારું વૃંદાવન અને ગઝલ મારું રજવાડું,
અસ્થિર બધું હટતું રહ્યુંને,અચલ મારું રજવાડું.
શબ્દોની સાથે ફર્યા કરું,હું શબ્દ નગરીનો વાસી,
શબ્દોની જ મજા જીવનમાં,પઝલ મારું રજવાડું.
સંસારનો સાર સમજવા સંસાર સઘળો ચરવો પડે,
શબદ સમજો છે સંસાર,છે સકલ મારું રજવાડું.
રાજ્ય સઘળી રચનાઓ અને એ નગરીનો રાજા હું,
હર પંક્તિ ગલી સ્વરૂપ અને અકલ મારું રજવાડું.
હર શબ્દોને હું ઘર ગણું અને ભાવ ગણું ઘર દ્વાર,
શોધતા જગમાં મળે નહીં એવું વિરલ મારુ રજવાડું.
રંગોની સુંદરતાથી જેમ ઘર આખું શોભી ઊઠે એમ,
ભાવ,રસ,લય,તાલથી શોભે,અવલ મારું રજવાડું.
રસ્તો ખૂંદતા ખૂંદતા બને કે,પંડ થાકીને બેસે 'યાદ',
પણ મુસાફરીની મોજ કરાવે એ,મજલ મારું રજવાડું.
