પૌરાણિક
પૌરાણિક
નવું હોય તે બધું ઠીક હોય,
ઉત્તમ હોય જે પૌરાણિક હોય,
જૂનું એટલું સોનુ' વાત સાચી છે,
પણ નવાની પણ કોઈ રીત હોય,
નિયમ એક જ સાચો છે અહીં,
ખોટાની હાર, સાચાની જીત હોય,
મુખથી બોલે ભલે ગમે તેવું પણ,
ખોટાની આંખમાં જ બીક હોય,
હારીને બેસવાનો કોઈ નફો નથી,
પ્રયાસો કરે એની જ જીત હોય,
કાંઈ પણ હોય, એ માત્ર શબ્દો છે,
લય ભળે છે ત્યારે 'યાદ', ગીત હોય.
