STORYMIRROR

Dr.Bhavana Shah

Fantasy

4  

Dr.Bhavana Shah

Fantasy

ઈચ્છા

ઈચ્છા

1 min
456

વિહરવું મુક્ત આકાશે પેલા,

ઉઘાડી નાખું બંધ બારણા હવે,


ન કોઈ રોક ન કોઈ ટોક છતાં,

મનને મારા બંધન કેમ હવે ?


વણખુલ્યા નયનને સ્વપ્ન ઘણા,

કહો ક્યાં સુધી કેદ રહેશે ભલા હવે ?


અકડાઈને પટકાઈ એ બધા,

એ પહેલા, કરું કેમ ન આઝાદ હવે ?


ભરી લ્ઉ એક ઊંચી ઉડાન પહેલા,

કરું કેમ ન ઇચ્છા કેરું જતન હવે !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy