જીવન દશૅન
જીવન દશૅન
નાનુ સરખું હોડકુ મારું,
હાલક ડોલક થાય પ્રભુ,
અફાટ સાગર મહિ,
અથડાયઅહીં તહીં.
ઊંચા ઊંચા મોજા ઉછળે,
જોતા ઘડીક હૈયુ થરથરે,
ભીંસે અહીં હવાઓ ,
દિસે નહીં દિશાઓ.
મોટાઈ ઓગળી ગઈ મારી,
અંતર આંખ ઉઘડી ગઈ મારી,
હરિ હાથ ઝાલીલે મારો,
મઝધાર મહિ તું છે સહારો.
