STORYMIRROR

Isha Kantharia

Romance Fantasy

4  

Isha Kantharia

Romance Fantasy

તારા વિના

તારા વિના

1 min
381

હૃદયના ધબકારા ધીમા થવા લાગ્યા છે,

એક એક શ્વાસ માટે મરવા લાગ્યા છે, 


જ્યારથી તું દૂર થયો છે ઓ સાજન, 

નયનોમાં ખારા પાણી ભરાવા લાગ્યા છે, 


જોઈને મારા નયનો આંસુઓની ધારા,

રીપુઓ મારા દુઃખ પર હસવા લાગ્યા છે,


મારા ચરિત્ર ઉપર પારકા તો ઠીક પણ, 

પોતાના પણ આંગળી ઉઠાવવા લાગ્યા છે,


મને દુઃખી અને લાચાર બનેલી જોઈને તો, 

ભરી વસંતમાં પાંદડાઓ ખરવા લાગ્યા છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance