STORYMIRROR

Isha Kantharia

Tragedy

4  

Isha Kantharia

Tragedy

રોષ અને વેદના

રોષ અને વેદના

1 min
297

આપણી પ્રેમની આ નાવમાં કાણું પડ્યું હતું,

મેં એને ખોબે ખોબે પ્રેમથી હરરોજ ભરયું હતું.


જાણું છું ભૂલ આપણા બંનેની સરખી હતી,

પણ સુધારવાનું એ કામ માત્ર મેં જ કર્યું હતું.


તારું ખોટું બોલવાની અને એ વાત છુપાવવાની,

આદતે રોજ મારા હૈયે વહેમનું બીજ રોપ્યું હતું.


વારંવાર મારું અને મારા‌ પરીવારનું અપમાન કરવું,

આ સહન કરતાં કરતાં મારું ધૈર્ય ખુટી પડ્યું હતું.


"સરવાણી" બનીને આજે અંગાર‌ એની પર તો,

મારો ગુસ્સો દડાની માફક તેની તરફ ગબડયું હતું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy