STORYMIRROR

Isha Kantharia

Inspirational Children

4  

Isha Kantharia

Inspirational Children

પિતા

પિતા

1 min
255

પિતાએ ખારા સાગર જેવા છે જે વરસાદ, 

બનીને મીઠું અને શીતળ પાણી આપે છે.


દુનિયાના હજારો સંકટોની પર્વતમાળાઓ વચ્ચે,

નિરંતર વહેતું મીઠું ઝરણું છે મારા પિતા.


લાખો મુશ્કેલીમાં પણ પર્ણની જેમ ઝૂલે છે, 

અને પ્રેમની નીંદર આપે એ પારણું છે મારા પિતા.


દુનિયાના તમામ સંકટોમાં ઢાલ બનીને રક્ષે છે કુંટુંબને,

એ મારા ઘરનું બારણું છે મારા પિતા.


જાત ઘસીને પરિવારના મુખ પર હમેંશ રાખે સ્મિત,

એ મજબૂત ટાંકણું છે મારા પિતા.


કુંભારની જેમ ઘડે છે ખૂબ જ સુંદર રીતે પરિવારને, 

એ માટે રોજ બળતું તાપણું છે મારા પિતા.


તુલસી છોડ પાસે બા વાંચે ગીતા ને બાળ ગાઈ ગીત,

એ રૂડું રૂપાળું આંગણું છે મારા પિતા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational