STORYMIRROR

Isha Kantharia

Classics Fantasy

4  

Isha Kantharia

Classics Fantasy

કેશવની લીલાઓ

કેશવની લીલાઓ

1 min
320

હો...

વાદળ ગરજે મેઘ વરસે,

દર્શન કાજે આંખો તરસે,

ઓ કાના તારા હેતમાં તો,

હૈયું મારું હરપલ તરસે. (૨)

હો...

મથુરાની જેલમાં તું જન્મયો,

ગોકુળીયા મોટો થયો,

કંસ મામાના ષડ્યંત્રોથી,

ગોકુળનો રક્ષક બન્યો. (૨)

હો...

કેશવ તારી લીલા અપાર,

કર્યા સૌના સપના સાકાર,

કંસ મામાને મોક્ષ આપી,

તું બની ગયો સૌનો ગિરધર. ( ૨)

હો....

રાધાના રોમેરોમમાં મહેક્યો,

મીરાંબાઈ ના ભજનમાં વસયો,

પામર માનવીઓની રક્ષા કાજે,

કેશવ તું ચારે ધામમાં વસયો.(૨)

હો....

ગાયો આવે વાંસળીના સૂરથી,

તું ગોપીઓ જોડે રાસ રમે હેતથી,

"સરવાણી" દુખડા ભુલી જાતી,

નિહાળે જ્યારે તારી મૂર્તિ પ્રેમથી. (૨)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics